ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 7:44 પી એમ(PM)

printer

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો

રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવ કામગીરી પર છે અનેઆવતીકાલ સુધીમાં વીજ પૂરવઠો પૂર્વવત્ થવાની સંભાવના છે, એમ રાજ્યના ગૃહમંત્રીએ વડોદરામાં જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. દરમિયાન શ્રી સંઘવીએ કહ્યું, વડોદરામાં બચાવ કામગીરી માટે આર્મીની ત્રણ, NDRF અને SDRFની સાત ટીમ કાર્યરત્ છે. ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરમાંથી અગ્નિશમનની નવ ટીમ વડોદરા મોકલવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે. હાલમાં શહેરમાં પાણી વિતરણ કરતા 13 સમ્પ બંધ થયા હતા,જે પૈકી હવે માત્ર ચાર જ બંધ હાલતમાં છે. આવી પરિસ્થિતિમાં વીજવિતરણ કરતા 118 ફીડર બંધ થયા હતા. આમાંથી 12 ફિડરમાં હજી પાણી ભરાયું છે તેને પાણી ઓસરતાં જ શરૂ કરી દેવાશે. હાલમાં શહેરના દસ ટકા વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણીપૂરુ પાડવામાં આવી રહ્યું છે. શ્રી સંઘવીએ ઉંમેર્યું,શહેરમાં 1 હજાર 350 આરોગ્યકર્મીઓ આરોગ્યની દરકારની કામગીરીમાં જોડાયા છે. શહેરમાં ઘનકચરાના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ