ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 10:09 એ એમ (AM)

printer

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી આઠ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું.
દરમિયાન અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મધરાતથી ફેરફાર જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.