રાજ્યના આરોગ્ય વિભાગે ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંરોગચાળો ફાટી ન નિકળે તે માટે અગમચેતીના પગલે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યારસુધી કુલ ૩૫ તબીબી ટુકડીઓ નાગરિકોના આરોગ્ય ચકાસણી માટે મોકલવામાં આવી છે. હાલમાં વડોદરામહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦, વડોદરા જિલ્લામાં ૧૦, મોરબીમાં બે અને પોરબંદરજીલ્લામાં ત્રણ તબીબી ટીમ પહોંચી છે. આ ૩૫ ટીમ જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબીઅને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂરીસંસાધનો સાથે નાગરિકોની આરોગ્ય સંભાળ માટે છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તબીબી ટુકડીઓ દ્વારા આજે સવારથી યુધ્ધના ધોરણે તબીબી ચકાસણીશિબિરો શરૂ કરાઇ છે. આ ઉપરાંત, ટુકડીના સભ્યો વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીનાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે અને પાણીમાં ક્લોરીનેશનકરાશે. તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનોઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.આ ઉપરાંત, અન્ય આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવા સ્થાનિક જિલ્લા હોસ્પિટલોમાં તમામપૂર્વતૈયારીઓ કરાઇ છે. તો મોરબી, દાહોદ, તાપી,મહિસાગર, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારાવરસાદી પાણી ઓસરતા દવા, છંટકાવ અને સફાઇની કામગીરી હાથ ધરાઇ છે.
Site Admin | ઓગસ્ટ 29, 2024 7:29 પી એમ(PM)
રાજ્યના આરોગ્ય વિભાગે ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં આરોગ્ય ચકાસણી હાથ ધરી, કુલ ૩૫ તબીબી ટુકડી સંબંધિત વિસ્તારોમાં મોકલાઇ
