ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન – GEMI (ગેમી) દ્વારા તારીખ 22 મે થી તારીખ 5 જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ રાજ્યનાં 12 દરિયાકિનારાની સફાઈ ઝૂંબેશમાં એક હજાર 640 સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ સાથે મળીને 18 હજાર 350 કિલોગ્રામ કચરો એકત્ર કર્યો હતો. આ દરિયાકિનારાઓમાં દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીરનો સમાવેશ થાય છે.
આ અભિયાનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદની ૧૦ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન યોજાયું હતું, જેમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું.
Site Admin | જૂન 6, 2025 4:02 પી એમ(PM)
રાજ્યનાં 12 દરિયાકિનારાની સફાઈ ઝૂંબેશમાં 18 હજાર 350 કિલોગ્રામ કચરો એકત્ર કરાયો
