રાજ્યમાં જાડા ધાન્ય એટલે કે, મિલેટના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યોજાયેલા બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ માં 1 કરોડ 62 લાખ રૂપિયાના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું હતું. આ શહેરોમાં મિલેટ મહોત્સવમાં કુલ 2 લાખ 93 હજાર નાગરિકોએ મુલાકાત લીધી.
મિલેટ મહોત્સવ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ના પરિણામે સમગ્ર વિશ્વના નાગરીકો સુપરફૂડ મિલેટના ફાયદાઓથી પરિચિત થયા છે.
રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, નિકાસકાર તેમજ સ્વસહાય જૂથો દ્વારા 606 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM) | ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’
રાજ્યનાં સાત શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં એક કરોડ 62 લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેત-પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ.
