ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 30, 2025 8:09 એ એમ (AM)

printer

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં બે ચંદ્રક જીત્યાં

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F. ટૂર્નામેન્ટમાં ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે.રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું, તાઈપેમાં ચાલી રહેલી I.T.T.F વર્લ્ડ P.T.T. ફ્યૂચર 2025 આંતર-રાષ્ટ્રીય ટૂર્નામૅન્ટમાં ભાવિના પટેલે સુવર્ણ અને સોનલ પટેલે રજત ચંદ્રક જીત્યાં છે. તેમણે આ સિદ્ધિ ગુજરાત અને સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ છે. તેમની મહેનત સમગ્ર દેશને પ્રેરણા આપે છે.