રાજ્યનાં દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતર-રાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F.માં સુવર્ણ ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ ખેલાડીએ જણાવ્યું કે, તેમણે તાઈપેમાં યોજાયેલી I.T.T.F વર્લ્ડ પેરા ચેલેન્જર કાઓ-હ્સુંગ 2025માં મહિલા સિંગલ્સ ક્લાસમાં દક્ષિણ કૉરિયાના મૂન સુંઘયેને ચાર-પાંચથી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડી ભાવિના પટેલે પાંચ વખતનાં પેરાલિમ્પિક ચંદ્રક વિજેતા દક્ષિણ કૉરિયાનાં ખેલાડીને હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે.ભાવિના પટેલે આ ચંદ્રકને તેમના પરિવાર, મિત્રો, ચાહકો તરફથી પ્રાપ્ત થયેલા સમર્થનનો પૂરાવો ગણાવ્યો. તેમણે પોતાના કૉચ, ટીમ સહિત તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો.
Site Admin | જુલાઇ 4, 2025 9:23 એ એમ (AM)
રાજ્યનાં દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલે I.T.T.F.માં સુવર્ણ ચંદ્રક જીત્યો
