ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 5, 2025 10:10 એ એમ (AM)

printer

રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદઃ આજે પણ મોટાં ભાગનાં જિલ્લાઓમાં માવઠાના આગાહી

રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભર ઉનાળે માવઠાના અહેવાલ છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે વિવિધ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે.દરમિયાન, હવામાન વિભાગે આજથી ચાર દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડીગ્રીનો ઘટાડો થવાની અને છ દિવસ સુધી કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી કરી છે.આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી હતી.દરમિયાન કેટલાક જિલ્લાઓમાં પવનની ઝડપ 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ, અમદાવાદ ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.