મહેસાણાજિલ્લાના વડનગરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સામૂહિક યોગકાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ વર્ષે તાના-રીરી ગાર્ડનખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે. “યોગફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ અને રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્તગુજરાત”ના ધ્યેય સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી થશે. જેમાં 17 મહાનગરપાલિકા-નગરપાલિકા,18 હજાર 226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો, શાળા-કોલેજો, 6 હજાર 500 આરોગ્ય કેન્દ્રો,૩૩ જિલ્લાઓના પોલીસ મુખ્યાલય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને 100 જેટલા અમૃતસરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાશે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવાશે. અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંતજિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
Site Admin | જૂન 19, 2025 5:21 પી એમ(PM) | આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરમાં ઉજવાશે
