રાજપીપલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા.બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીના કુલપતિ ડૉ મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર ડૉ. એસ. પ્રસન્ના સી. ને તેમની સિદ્ધિઓ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજપીપળાના અમારા પ્રતિનિધિ દિપક જગતાપ જણાવે છે કે, આ કાર્યક્રમમાં રાજપીપળાને હેરિટેજનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને રજુઆત પણ કરવામાં આવી હતી
Site Admin | એપ્રિલ 13, 2025 10:15 એ એમ (AM)
રાજપીપલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા
