રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં પ્રસિદ્ધ યાત્રાધામ અને ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમાન ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’નું ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધારની સાથે નવીનીકરણ કરાશે.
આ મંદિરમાં અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું મુખ્ય દ્વાર, યજ્ઞશાળાનું પુનર્નિર્માણ, મંદિરની આજુબાજુ પાક્કા માર્ગો, શોપિંગ મોલ, લેન્ડસ્કેપિંગ, બગીચા જેવા અનેક પ્રકારના આધુનિકીકરણ અને નવીનીકરણ કાર્યો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે સ્નાન ઘાટ, ચેન્જિંગ રૂમ, પાર્કિંગ, શોપિંગ સેન્ટર, મંદિરથી ઘાટ સુધી જવા માટે પાથ વે જેવી સુવિધાઓ ઊભી કરાશે.
Site Admin | જુલાઇ 1, 2025 7:03 પી એમ(PM)
રાજકોટ જિલ્લાનાં પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો 10 કરોડ રૂપિયાનાં ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે
