રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે.કેસર કેરી 10 કિલોના બોક્સના ભાવ 2500 થી 3100 રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ 5 હજાર 500 બોલાવ્યો હતો.માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ પહેલુ આગમન જોવા મળ્યું હતું.
Site Admin | માર્ચ 10, 2025 9:51 એ એમ (AM)
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ કેસર અને રત્નાગીરીની હાફૂસ કેરીનું આગમન થયું.
