ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 8:46 એ એમ (AM)

printer

રશિયા પાસેથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર વધારાની 100 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે અને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવામાં મોસ્કોના હઠાગ્રહી વલણથી ખૂબ જ નાખુશ છે. વ્હાઇટ હાઉસ ખાતે નાટોના સેક્રેટરી-જનરલ માર્ક રુટ્ટે સાથે પત્રકારો સાથે વાત કરતા રશિયા યુક્રેન સાથે શાંતિ સમજૂતી નહીં કરે તો શિક્ષાત્મક ટેરિફ લાગુ કરવા માટે ટ્રમ્પે 50 દિવસની સમયમર્યાદા આપી છે.ટેરિફ રશિયા સામે નિર્દેશિત છે, પરંતુ જો આ આદેશ અમલમાં આવશે તો ભારત વોશિંગ્ટન-મોસ્કો વચ્ચેના ગજગ્રાહનો શિકાર બનશે. રશિયા પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લાદવાના બિલને ટ્રમ્પે સમર્થન આપ્યું હતું.