સોમવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ દરમિયાન ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમની સાથે લાંબી વાતચીત કરી અને દાવો કર્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થશે, જેના માટે સમય અને સ્થળ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. સમગ્ર વિશ્વની નજર આ ખાસ બેઠક પર ટકેલી હતી, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.આ બેઠક માટેની તૈયારીઓ ચાલી રહી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 2:13 પી એમ(PM)
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા પુતિન અને ઝેલેન્સિક વચ્ચેની સંભવિત બેઠકની તૈયારીઓ.
