રાજયભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ.આ પ્રસંગે શ્રી રાજપૂતે 16 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાર્તમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું.પ્રભારીમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચના ઝાડેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના 11 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી.રાજકોટના જસદણમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં 9 લાખ 84 હજારની રકમના ખેત સાધનોની ખરીદી માટે પેમેન્ટ ઓર્ડર તથા પાંચ લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમ અપાયા હતા.અમદાવાદ વિરમગામ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા ખેડૂતો તથા વિવિધ સ્ટોલધારકોને માહિતી ખાતાના સાહિત્યનું વિતરણ કરાયું.દસ્ક્રોઈના જેતલપુરમાં ખેડૂતોને યોજનાકીય સહાય વિતરણ અને સ્વચ્છતા માટે ઈ-રીક્ષાનું વિતરણ કરાયું હતું. તો માંડલ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને સહાય યોજનાઓનું માર્ગદર્શન અપાયું હતું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 9:43 એ એમ (AM)
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં કૃષિકારોને સરકારી યોજનાઓ અને ખેતી વિષયક માહિતી પ્રદાન કરાઇ રહી છે