ઓગસ્ટ 3, 2024 8:02 પી એમ(PM)

printer

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી.. અગ્નિશમન સેવા દ્વારાઆગને બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી છે.. 41 હેલિકોપ્ટર, 542 એન્જિન, 180 ડોઝર્સ અને 148 વોટર ટેન્ડર દ્વારાચાર હજારથી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે મથામણ કરી રહ્યાં છે.. વિકરાળ આગની ચારકાઉન્ટીઓમાં  અસર વર્તાઇ રહી છે.જેમાં  – બટ્ટે, પ્લુમાસ, શાસ્તા અને તેહામાનોસમાવેશ થાય છે..  બુટ્ટે અને તેહામા કાઉન્ટીમાં 542 માળખાં નાશ પામ્યા છે અને  50ને નુકસાન થયુંહોવાના અહેવાલ છે. લગભગ 4,000 લોકોનું સ્થળાંતર કરવામાંઆવ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.   આ વર્ષની આગે કેલિફોર્નિયામાંવિનાશ વેર્યો છે.. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીમાં બળી ગયેલા વાવેતરમાં આશ્ચર્યજનકરીતે 2 હજાર 905 ટકાનો વધારો થયો છે, કારણ કે 7 લાખ 68 હજાર 137 એકર જંગલમાં લાગેલી આગને કારણેપાક બળીને ખાખ થઇ ગયો છે.