સમગ્ર યુરોપમાં ગરમીનું મોજું ફરી વળ્યુ છે, તાપમાનના નવા વિક્રમો સ્થાપિત થતાં આરોગ્ય ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. તાપમાન વધતાની સાથે જ જંગલની આગમાં વધારો થઇ રહ્યો છે. આ તાપમાનને કારણે દક્ષિણ સ્પેનને સૌથી વધુ ફટકો પડ્યો છે, જેમાં અલ ગ્રેનાડો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે જૂનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. પોર્ટુગલ, ઇટાલી અને ક્રોએશિયાના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.. જ્યારે પશ્ચિમ અને મધ્ય યુરોપના મોટાભાગના વિસ્તારોમાં ચેતવણીઓ અપાઇ છે.
ઇટાલીએ રોમ અને મિલાન સહિત 21 શહેરોને હાઈ એલર્ટ પર રાખ્યા છે કારણ કે હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. ગ્રીસમાં જંગલની આગનું જોખમ વધી ગયું છે. લંડનમાં તાપમાન આજે 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે વિમ્બલ્ડનનો સૌથી ગરમ દિવસ હોઇ શકે છે
Site Admin | જૂન 30, 2025 1:51 પી એમ(PM)
યુરોપમાં તાપમાનનો પારો વિક્રમજનક સ્તરે પહોંચતાં હિટસ્ટોકનાં કેસમાં વધારો
