ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 2:14 પી એમ(PM) | મેરિલૅન્ડ

printer

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે. શ્રી ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ગેરકાયદે પ્રવાસીઓ અને કામચલાઉ વિઝા ધરાવતા વિદેશી મુલાકાતીઓની જન્મસિદ્ધ નાગરિકતાને પૂર્ણ કરવાનો હતો.
મૅરિલૅન્ડની સંયુક્ત રાજ્ય જિલ્લા અદાલતનાં ન્યાયાધીશ ડેબોરા એલ બૉર્ડમૅને ગઈકાલે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ આ આદેશને રોકવા નાગરિક અધિકાર સમૂહો દ્વારા કરાયેલી અરજી પર કામચલાઉ પ્રતિબંધ લગાવતો આદેશ આપ્યો હતો. સમાચાર સંસ્થા સિન્હુઆના અહેવાલ મુજબ, આ આદેશ રાષ્ટ્રીય સ્તરે લાગુ થશે.