ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 7:40 એ એમ (AM)

printer

મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, મૂડી એકત્રિત કરવી, ઉત્પાદકતા અને નવિનતાને વધારવા તેમજ ટૅક્નિકલ કાર્યક્ષમતાને લાગુ કરવા ખાનગી રોકાણ એ ઉત્પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું, સમાવેશક અને સતત આર્થિક વિકાસ માટે આ ક્ષમતાઓ જરૂરી છે. ગઈકાલે સ્પેનના સેવિલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાયેલા ચોથા આંતર-રાષ્ટ્રીય વિકાસ નાણા સંમેલનને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, ખાનગી મૂડીના અસરકારક એકત્રિકરણ માટે મજબૂત આંતર-રાષ્ટ્રીય સહકાર અને મજબૂત સ્થાનિક સુધારાઓને જોડતી વ્યૂહરચનાની જરૂર છે.સુશ્રી સીતારમણે સાત વ્યૂહાત્મક ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં પરિવર્તન જરૂરી છે. તેમણે કહ્યું, આમાં મજબૂત સ્થાનિક નાણા બજાર, સંસ્થાગત પરિવર્તનથી જોખમોનું સમાધાન તથા રોકાણ તક અને મિશ્રિત નાણાકીય વ્યવસ્થાની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.