મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી.. આ ટીમ આજે સાંજે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક કરશે. આ પહેલા કમિશનની ટીમે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.
બપોરે કમિશનની ટીમ અમલીકરણ એજન્સીઓ સાથે સંકળાયેલા 21 વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર સાથે પણ બેઠક થશે. 24 સપ્ટેમ્બરે ચૂંટણી પંચની ટીમ ઝોનલ આઈજી, રેન્જના ડીઆઈજી, ડિવિઝનલ કમિશનર અને જિલ્લાના એસપી અને ડીસી સાથે બેઠક કરશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:13 પી એમ(PM)
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી
