નવેમ્બર 30, 2024 7:11 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાને 616 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાને 616 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા. વડોદરાના નગરજનોની આવાગમનની સરળતા માટે અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રીજ બનાવવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ વડોદરાને વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધા સાથેનું સુનિયોજિત વિકાસનું મોડેલ બનાવવી પણ ખાતરી આપી હતી. તેમણે રાજ્યના શહેરોને લવેબલ અને લીવેબલ બનવાવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ પાણી પુરવઠા, શેરી દીવાબત્તી, આવાસ નિર્માણ, વરસાદી અને શહેરી ગટર વ્યવસ્થા, રસ્તા, પુલો, ઘન કચરાના વ્યવસ્થાપનના કામોની ભેટ આપીને સ્વચ્છતા અને અન્ય કામો માટેના નવા વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અગાઉ શ્રી પટેલે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.