મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત પાસે આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ને સફળ બનાવવા નવા સહકારી મૉડેલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ઉત્તમ તક આવી છે. ગાંધીનગરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ની રાજ્યવ્યાપી ઉજવણી માટેની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું.બેઠકમાં કાર્યક્રમોના આયોજન અંગેની વિસ્તૃત રજૂઆતમાં જણાવાયું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે પાંચ અને છ જુલાઈએ આણંદમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર અને સહકાર વિષયક કાર્યક્રમો યોજાશે. તેમજ શ્રી શાહની ઉપસ્થિતિમાં દેશની પ્રથમ ત્રિભૂવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને સહકાર સંવાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાશે.
Site Admin | જુલાઇ 3, 2025 8:29 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ગુજરાત પાસે ઉત્તમ તક
