ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. ગાંધીનગરની પુન્દ્રા-સણ પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. દરમિયાન તેમણે આર્થિક મુશ્કેલીના કારણે બાળકોનું શિક્ષણ બંધ કરી દેનારા માતાપિતાઓને બાળકોનું શિક્ષણ ન અટકાવવા અપીલ કરી. તેમજ શ્રી પટેલે સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારની શૈક્ષણિક યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પણ આહ્વાન કર્યું.
શ્રી પટેલે આજે શાળાની આંગણવાડી, બાળવાટિકા, પહેલા અને નવમા ધોરણના મળીને કુલ 197 ભૂલકાઓનું શાળા પ્રવેશ કરાવ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ