મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના દિવડા કોલોનીની પીએમશ્રી મોડેલ સ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવ-2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, આજે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મહીસાગરનું 90 ટકા સુધી પરિણામ આવે છે. તેમણે ઉમેર્યું, નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત 24 હજાર વિદ્યાર્થીઓને 22 કરોડ 41 લાખથી વધુનો લાભ મહીસાગરમાં અપાયો છે. દરમિયાન શ્રી પટેલે દરેક માતાપિતાને શાળાની SMCની મિટિંગમાં ફરજિયાત હાજર રહેવા અનુરોધ કર્યો.
Site Admin | જૂન 26, 2025 3:55 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર ખાતેથી શાળા પ્રવેશોત્સવ-2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.
