ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 4:07 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી છે. આ પોલિસીને કારણે કેન્દ્રનાં ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે.
આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 35 હજાર કરોડ રૂપિયાથી વધુના નવા રોકાણો આવવાનું અને ઉચ્ચ કુશળતા ધરાવતા લોકોને મોટા પાયે રોજગારી મળવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પોલિસીને પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને HDI પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, SMD, પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઈલેટ્રોનિક્સ પાર્ટસ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિત આવશ્યક ઉદ્યોગો – એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.
આ પોલિસીનો લાભ લેવા તા.૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ