મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થતાં જણાવ્યું કે, વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે. આ સંકલ્પને પાર પાડવામાં દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે. દરેક રાજ્ય, દરેક શહેર-ગામ અને સમાજ વિકસિત બને તે જ વિકસિત ભારતના સંકલ્પનો મૂળ ભાવ છે.આ બેઠકમાં વિકાસ વિઝન સાથે વિકસિત ગુજરાત@2047નો જે રોડમેપ રજૂ કર્યો હતો તેના અમલ માટેના સુનિશ્ચિત આયોજનની વિગતવાર છણાવટ આ બેઠકમાં પ્રસ્તુત કરી હતી. તેમણે આ રોડમેપ અંતર્ગત રાજ્યના બધા જ લોકોના અર્નિંગ વેલ અને લિવિંગ વેલનું વિઝન ગુજરાતે રાખ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Site Admin | મે 25, 2025 7:11 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં જણાવ્યું કે, વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ
