ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 24, 2025 3:27 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને આજે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને આજે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનાં મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને ગઈ મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.
મુખ્યમંત્રીશ્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.