મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં તબીબી ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે. તેમણે ઉમેર્યું કે કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ રોબોટિક લિનિયર એક્સલેટર મશીન સરકારે વસાવ્યું છે. જ્યારે યુ.એન. મહેતા હોસ્પિટલમાં વર્ષ 2022થી રોબોટીક્સ સર્જરી કરવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 13, 2025 7:16 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા-AIના કારણે દુર્ગમ વિસ્તારમાં સરળતાથી તબીબી સેવાઓ પહોંચી
