મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સંસ્કૃતિનું જતન કરવું એ સૌની જવાબદારી છે. કેચ ધ રેઈન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે આ વર્ષે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે. તેમણે લોકોને એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ ભજન મંડળીઓનું સન્માન કરાયું હતું.આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આપણે મનુષ્ય જીવનને આધ્યાત્મ સાથે જોડી રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર થવું જોઈએ. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 150 જેટલી ભજન મંડળીના 2500થી વધુ બહેનો જોડાયા હતા.
Site Admin | એપ્રિલ 9, 2025 9:53 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ‘આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
