ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 9:58 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’, એક પેડ માં કે નામ તેમજ વિકસિત અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’, એક પેડ માં કે નામ તેમજ વિકસિત અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSU ખાતે ત્રણ દિવસના ‘ન્યાય અભ્યુદય- ટેક્નૉ લિગલ ફૅસ્ટનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.શ્રી પટેલે આ ફેસ્ટને ન્યાયની ભાવના સશક્ત બનાવનારું આયોજન ગણાવી. તેમજ આના માધ્યમથી રાજ્યમાં N.F.S.U. દ્વારા કરાયેલી પહેલની પ્રશંસા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફૅસ્ટનો ઉદ્દેશ ન્યાયસહાયક વિજ્ઞાન અને કાયદાઝી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવાનો છે. આ ફૅસ્ટમાં સમગ્ર દેશમાંથી કુલ 61 ટીમના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ