ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 8:37 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી.
રાજ્યમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાત ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ ૨૦૨૮માં અંડર ૨૦ એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી.