ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 8:56 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઇકાલે જણાવ્યું છે કે, ‘અર્નિંગ વેલ, લીવીંગ વેલ’ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ GCCI ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘ગેટ 2025’નું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સ્થાપવામાં GCCIનું મહત્વનું યોગદાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા જણાવ્યું કે, ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટ અપ સુધીના દરેક ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ