એપ્રિલ 9, 2025 3:44 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના GMDC મેદાન ખાતે આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે. શ્રી મોદીએ નવકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાનના જ્ઞાનનું વર્ણન પણ કર્યું હતું.
(બાઈટઃ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી)
શ્રી મોદીએ સંબોધન દરમિયાન ઉપસ્થિત લોકોને પાણી બચાવવા, એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષ વાવવા, સ્વચ્છતા, વૉકલ ફૉર લોકલ સહિત નવ સંકલ્પ લેવડાવ્યા હતા.