મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાણાની અરજી ફગાવી દીધી હતી.
તહવ્વુર રાણાનું ભારતમાં આગમન થયા પછી તરત જ એનઆઇએની ઉચ્ચ સ્તરીય તપાસ ટૂકડી તેની પૂછપરછ કરશે. ટૂકડીમાં બે ઇન્સ્પેક્ટ જનરલ, એક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અને એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલિસનો સમાવેશ થાય છે. ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ પણ તેની પૂછપરછ કરશે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ રાણાને તિહાર જેલમાં ઉચ્ચ સલામતી ધરાવતા વોર્ડમાં પૂરવામાં આવે તેવી સંભાવના છે.
આ કેસમાં સુનાવણી અને અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારે એડવોકેટ નરેન્દ્ર માનને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. ગેઝેટમાં પ્રસિધ્ધ જાહેરનામામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, નરેન્દ્ર માનને રાષ્ટ્રીય તપાસ એજન્સી વતી દિલ્હી ખાતેની એનઆઇએ વિશેષ અદાલતો અને અપીલ કોર્ટમાં ત્રણ વર્ષના સમયગાળા માટે સુનાવણી હાથ ધરવા માટે નિયુક્ત કરાયા છે.
Site Admin | એપ્રિલ 10, 2025 2:39 પી એમ(PM)
મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા
