ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 8:11 એ એમ (AM)

printer

મુંબઈમાં વેવ્ઝ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલી વખત ગ્લૉબલ મીડિયા ડાયલૉગની યજમાની કરશે

મુંબઈના જિઓ વર્લ્ડ કન્વૅન્શન સેન્ટરમાં વેવ્ઝ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલી વખત ગ્લૉબલ મીડિયા ડાયલૉગની યજમાની કરશે. વૈશ્વિક માધ્યમો અને મનોરંજન ક્ષેત્ર સાથે ભારતના જોડાણની દ્રષ્ટિએ આ એક ઘણી મહત્વની ઘટના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચાર દિવસની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રાલય; વિદેશ મંત્રાલયના સહયોગથી આ ગ્લૉબલ મીડિયા ડાયલૉગનું આયોજન કરી રહ્યું છે. તેમાં ઍશિયા, યુરૉપ, આફ્રિકા અને અમેરિકાના પ્રતિનિધિમંડળો સહિત 60થી વધુ દેશ ભાગ લે તેવી શક્યતા છે.
આ સંવાદનો ઉદ્દેશ આંતર-રાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન, શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક માધ્યમ ક્ષેત્રની સંભાવનાઓ પર નીતિને પ્રોત્સાહન અને સુમેળ સાધવો, પ્રતિભાઓને એકબીજા સાથે કામ કરવાની તક પૂરી પાડવાની અને તેમની ક્ષમતાઓને વધારવાના રસ્તાઓ શોધવાની જરૂર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ