ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 9:31 એ એમ (AM)

printer

મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ કોન્ફરન્સ-વેવ્સ 2025 માં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જનું પહેલું સત્ર ગઈકાલે પૂર્ણ

મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ કોન્ફરન્સ-વેવ્સ 2025 માં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જનું પહેલું સત્ર ગઈકાલે પૂર્ણ થયું. જે અંતર્ગત 32 વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં એનિમેશન, ગેમિંગ, ફિલ્મ નિર્માણ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સંગીત અને ડિજિટલ આર્ટ્સ સહિત મીડિયા અને મનોરંજન ઉદ્યોગના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું હતું. 60 થી વધુ દેશોના એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે આ સ્પર્ધાઓ માટે એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી.માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સર્જનાત્મક ક્ષેત્રમાં પ્રથમ વખત એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ પહેલ સાથે, સર્જકો નવી તકોની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. વેવ્સે યુવા સર્જકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડી છે.માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગને કહ્યું કે આ પ્લેટફોર્મ યુવા પ્રતિભાઓને સર્જનાત્મકતાને ટેકનોલોજી સાથે જોડવાનું એક સુંદર ઉદાહરણ છે.અનરિયલ સિનેમેટિક્સ ચેલેન્જ શ્રેણીના એનિમેશનના વિજેતા સંજય સેન્થિલ કુમારે આકાશવાણી સમાચાર ને જણાવ્યું હતું કે વેવ્ઝ તરફથી તેમને મળેલી માર્ગદર્શન તેમને અસરકારક કલાકાર અને 3D પત્રકાર બનવાના તેમના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ