ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 9:18 એ એમ (AM)

printer

મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈન મેન્ટ સમિટ-વેવ્સ 2025માં આજે કોમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે

મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-વેવ્સ 2025 ના ત્રીજા દિવસે આજે કોમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે. તેમાં નવીનતમ વલણો, નીતિઓ અને કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લોકોને સશક્ત બનાવવાનો અને સ્થાનિક સમુદાય સાથે વધુ અસરકારક રીતે જોડાવાની ક્ષમતા વધારવાનો છે. તે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને એકબીજા સાથે જોડાવા, શીખવા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. આ કાર્યક્રમ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.દરમિયાન માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન આજે “ઈન્ડિયાઝ લાઈવ ઈવેન્ટ્સ ઈકોનોમી: અ સ્ટ્રેટેજિક ગ્રોથ ઈમ્પેરેટિવ” નામનું પ્રથમ શ્વેતપત્ર બહાર પાડશે. આ શ્વેતપત્ર ભારતના ઝડપથી વિકસતા જીવંત પ્રસારણ મનોરંજન ઉદ્યોગનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે. તે ઉભરતા વલણો, વિકાસના માર્ગો અને ક્ષેત્રના સતત વિકાસ માટે મુખ્ય ભલામણોને પ્રકાશિત કરે છે. WAVES દરમિયાન મીડિયા અને મનોરંજન ક્ષેત્ર 2024-25 પર એક આંકડાકીય પુસ્તિકા પણ બહાર પાડવામાં આવશે.