મુંબઈમાં યોજાયેલા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન- વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. આજે અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચાર દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.
‘કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’ વિષયવસ્તુ સાથે યોજાયેલું આ શિખર સંમેલન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવિનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો એક પ્રયાસ હતો. આ આયોજનમાં 90થી વધુ દેશના 10 હજારથી વધુ પ્રતિનિધિ જોડાયા છે.
Site Admin | મે 4, 2025 2:30 પી એમ(PM)
મુંબઈમાં યોજાયેલા વેવ્ઝ સંમેલન 2025નું આજે સમાપન.
