મુંબઈમાં યોજાયેલું વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન – વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. છેલ્લા દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ચાર દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ આયોજન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવિનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ હતો. આયોજનમાં 90થી વધુ દેશના 10 હજારથી વધુ પ્રતિનિધિ જોડાયા છે.
માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારા કલાકાર તરીકે ઉભરી રહ્યો છે. તેઓ આજે મુંબઈમાં વેવ્સ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક સત્રને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી જાજુએ જણાવ્યં હતું કે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ-સીઆઈસીમાં ભાગ લેનારા તમામ સંગીતકારોએ તેમના પ્રદર્શન દ્વારા ભારતના સારને પ્રદર્શિત કર્યું છે.
Site Admin | મે 4, 2025 7:09 પી એમ(PM)
મુંબઈમાં યોજાયેલા વિશ્વ શ્રાવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન – વેવ્ઝ 2025નું આજે સમાપન થશે.
