ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 26, 2025 6:56 પી એમ(PM)

printer

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 માં ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 – વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ દરમિયાન વાર્તા કહેવાના ભારતના ગહન વારસા અને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવને બિરદાવતા ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે.

“કલા ટુ કોડ” થીમ પર આધારિત આ પેવેલિયન ભારતની વસુધૈવ કુટુંમ્બકમની ભાવના વ્યક્ત કરશે અને દેશની કલાત્મક પરંપરાઓ લાંબા સમયથી સર્જનાત્મકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક રાજદ્વારી દર્શાવશે. ભારત પેવેલિયનના કેન્દ્રમાં ચાર ઝોન છે: ‘શ્રુતિ’, જે મૌખિક પરંપરાઓને પ્રકાશિત કરે છે; ‘કૃતિ’, જે લેખિત વારસાને પ્રકાશિત કરે છે; ‘દ્રષ્ટિ’, જે દ્રશ્ય અભિવ્યક્તિનું અન્વેષણ કરે છે; અને ‘ક્રિએટર્સ લીપ’, જે અત્યાધુનિક ટેકનોલોજી સાથે વાર્તા કહેવાના ભવિષ્યને દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.