ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 1:22 પી એમ(PM)

printer

મુંબઇ ટ્રેન વિસ્ફોટ કેસના બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને પડકારતી અરજીની સુપ્રિમ કોર્ટમાં 24 જુલાઇએ સુનાવણી.

વર્ષ 2006ના ટ્રેન વિસ્ફોટોના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસની 24 જુલાઈના રોજ સુનાવણી કરશે.. 11મી જુલાઈ, 2006ના રોજ થયેલા વિસ્ફોટોમાં મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં 180થી વધુ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે એક વિશેષ અદાલત દ્વારા 2015ની સજાને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે ઉપયોગમાં લેવાતા બોમ્બનો પ્રકાર પણ સ્પષ્ટ રીતે સ્થાપિત થયો ન હતો, અને રજૂ કરેલા પુરાવા દોષિત ઠેરવવા માટે અપૂરતા હતા.