મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આઈઝોલમાં મીડિયા સાથે વાત કરતા શ્રીમતી કરંદલાજેએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જોવા મળેલા સુશાસનને કારણે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. સુશ્રી કરંદલાજેએ ઉમેર્યું કે સરકાર માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, મજબૂત માળખાકીય સુવિધાઓથી જ પ્રગતિ અને વિકાસ પ્રાપ્ત કરી શકાય છે. પૂર્વોત્તર વિશે વાત કરતા તેઓએ કહ્યું કે પૂર્વોત્તર કૃષિ અને બાગાયત ઉત્પાદનોમાં ફાયદો ધરાવે છે. શ્રીમતી કરંદલાજેએ જણાવ્યું કે સરકાર વધુ ભંડોળ ફાળવી, પૂર્વોત્તરમાં માળખાકીય વિકાસને વેગ આપી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM) | મિઝોરમ
મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે
