ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 10:36 એ એમ (AM)

printer

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે અને બે મહિલાઓ સહિત પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વાસેઇકાઇથી લુંગલેઇ સુધી ડ્રગ્સની હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, આ નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. એક શંકાસ્પદ વાહનને અટકાવીને તેની તપાસ કરતાં તેમાંથી અંદાજિત 10 કરોડ 43 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું. અન્ય બે અલગ અલગ કાર્યવાહીમાં, આસામ રાઇફલ્સના સૈનિકોએ મિઝોરમના ચંફાઇ જિલ્લામાંથી 81 લાખ રૂપિયાના વિદેશી મૂળના સિગારેટ પણ જપ્ત કર્યા અને 29 લાખ રૂપિયાના હેરોઇન સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.