ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 6:11 પી એમ(PM)

printer

માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારા કલાકાર તરીકે ઉભરી રહ્યો છે.

માહિતીઅને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારાકલાકાર તરીકે ઉભરી રહ્યો છે. તેઓ આજે મુંબઈમાં વેવ્સ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક સત્રનેસંબોધિત કરી રહ્યા હતા. શ્રી જાજુએ જણાવ્યું હતું કે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ-સીઆઈસીમાંભાગ લેનારા તમામ સંગીતકારોએ તેમના પ્રદર્શન દ્વારા ભારતના સારને પ્રદર્શિત કર્યું છે.તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને પ્રદર્શન માટે સીઆઈસીનાતમામ વિજેતા સંગીતકારોને જોડશે. તેમણેવધુમાં જણાવ્યું કે વેવ્સે એવા સમયે આવી અનન્ય પ્રતિભાઓને બહાર લાવવામાં મદદ કરી છે,જ્યારે ભારતમાં એવા વ્યાવસાયિક બેન્ડનો અભાવ છે જે વૈશ્વિક મંચ પર ભારતના સારને પ્રદર્શિતકરી શકે. આકાશવાણીસમાચાર સાથેની વાતચીતમાં શ્રી જાજુએ કહ્યું હતું કે, વેવ્સ રોકાણ, વ્યવસાય, કલા અને સંસ્કૃતિમાટે એક અવિશ્વશનિય મંચ રહ્યું છે, જે પોતાને એક જન ચળવળ તરીકે સ્થાપિત કરે છે.