ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 6:32 પી એમ(PM)

printer

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં શોધખોળ, રોકાણ અને ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી ગડકરી બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે વૈશ્વિક મંચ પર ભારતનાં વધતા કદનો ઉલ્લેખ કર્યો, જે મજબૂત આર્થિક વિકાસ, માળખાગત સુવિધાઓના નિર્માણની ઝડપી ગતિ અને વિસ્તરણ થઈ રહેલી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રદર્શિત કરે છે.

શ્રી ગડકરીએ ભારતમાં વિશાળ રોકાણ અને નવીનતાની તકો પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સમુદાયના ઊંડા સાંસ્કૃતિક મૂલ્યો અને નવાચાર, કૃષિ-વ્યવસાય, ઉર્જા અને ડિજિટલ સહયોગ દ્વારા ભારત-બ્રાઝિલ સંબંધોને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ