પોરબંદરમાં છથી 10 એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં નૃત્ય કાર્યક્રમ યોજાશે. આ મેળામાં ઉત્તર-પૂર્વના 600 અને રાજ્યના 800 કલાકારો ભાગ લેશે. ગઈકાલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે તમામ કલાકારોએ 28 જેટલા વિવિધ નૃત્યનો પૂર્વાભ્યાસ કર્યો હતો.
દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા આસામના એક કલાકારનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.
Site Admin | એપ્રિલ 3, 2025 10:16 એ એમ (AM)
માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
