ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 10:06 એ એમ (AM)

printer

મહેસુલ વિભાગનાં અધિક મુખ્ય સચિવે ઉનાળામાં હિટવૅવને લઈ તકેદારીના પગલાં લેવા તમામ કલેક્ટરોને અનુરોધ કર્યો

આણંદ જિલ્લામાં મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરો માટેની પરિસદ યોજાઈ, જેમાં મહેસુલ વિભાગનાં અધિક મુખ્યસચિવ જયંતી રવિએ આધુનિક ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસુલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવા પણ અનુરોધ કર્યો હતો.રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ- N.D.D.B. દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયેલી પરિસદમાં સુશ્રી રવિએ દરેક જિલ્લામાં ઉનાળામાં હિટવૅવને અનુલક્ષી લેવાના તકેદારીના પગલાં, ચોમાસા પહેલા કરવાની કામગીરી, પીવાના પાણી પરિસ્થિતિની સમીક્ષા કરી યોગ્ય વ્યવસ્થા કરવા કલેકટરોને સૂચના આપી હતી.