મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે. તેવું પોસ્ટમાસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના માદયમથી રૂપિયા 399 માં ટાટા ગ્રૂપની દુર્ઘટના પોલિસી લીધેલ મહેસાણાના બાબુ રબારીની આકસ્મિક મૃત્યુ બાદ તેમના પરિવારને પોસ્ટ માસ્ટર જનરલના હસ્તે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. પીએમ વિશ્વકર્મા યોજનામાં પોસ્ટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવાઈ રહી છે.
જે અંતર્ગત કારીગરો કે લાભાર્થી ઓને સાધનની કીટ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. આ યોજનામાં દેશભરમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા પોસ્ટ મંડળના જગનનાથપુરા ગામના રહેવાસી રમેશ સેનમાંને પ્રથમ કીટ અર્પણ કરાઈ હતી.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:54 પી એમ(PM)
મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે
