ઓક્ટોબર 16, 2024 3:54 પી એમ(PM) | ખેડૂત સન્માન કાર્યક્રમ

printer

મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નાના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ખેડૂત સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે

મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નાના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ખેડૂત સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ માટે વિભાગની 10 ટીમો ગામે ગામ જઈ પ્રાકૃતિક ખેતી ઉપરાંત ઓછા ખર્ચે વધુ નફો મેળવતા અને પાણીની બચત કરતાં હોય તેવા ખેડૂતોને શોધી રહી છે.જેમાંથી 10 ખેડૂતોને શોધીને 20 હજાર રૂપિયાના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.આ બધો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળ માંથી કરાશે.