મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે, જેને લઈને ભક્તોની સગવડ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે 24 કલાક કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જ્યારે ભારે વાહનોના માર્ગ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. આરોગ્ય માટે વિવિધ 13 સ્થળોએ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
દરમિયાન, સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે ધજા અર્પણ કરવા જતા પદયાત્રીઓ માટે વિરમગામ – લખતર – સુરેન્દ્રનગર રાજમાર્ગ પર સેવા કેમ્પ શરૂ કરાયા છે, જેમાં ચા-નાસ્તો, જમવાનું, દવાઓ, મોબાઇલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે.
Site Admin | એપ્રિલ 9, 2025 3:38 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે
